વડોદરામાં વિદેશના વિઝાની લાલચે 150થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જ્યા માંજલપુરના લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના સંચાલક સહિત ત્રણ શખ્સોએ દ્વારા વિદેશમાં વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા.
જેમાં એડવાન્સમાં 1 લાખ લઈ બાકીના પૈસા વિદેશ પહોંચ્યા પછી આપવાની જાળ બિછાવી હતી.આ અંગેની ફરિયાદ શિક્ષક તુષારગિરિ ગોસાઈ સહિત 4 વ્યકિતઓએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે બાદ માંજલપુર પોલીસે આરોપી કુલદીપ નિકમ, આશિષ ગવળી અને વિકાસ પટેલની ધરપકડ કરી હતી.