Satya Tv News

વડોદરા નજીક પોર પાસેના નેશનલ હાઈવે પર ઇંટોલા ચોકડીથી ઇટોલા રેલવે ફાટક તરફ 22 વ્હિલનું મોટું ટ્રેલર જતું હતું ત્યારે સાંજના સુમારે આ ટ્રેલરના ખાલી સાઇડ પર છેલ્લાથી બીજા નંબરમાં આવેલ બે ટાયરો અચાનક છુટા પડી જતા નજીકથી પસાર થતી બે મહિલાઓ ગીતાબેન અને લક્ષ્મીબેનને ટ્રેલરના ટાયરોના કારણે ઈજાઓ થઈ હતી. આ અંગે ઇટોલા રેલવે સ્ટેશન પાસે રહેતા શંકર વસાવાએ પોલીસને જાણ કરી હતી. બન્ને મહિલાઓને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે પૈકી ગીતાબેનનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

error: