Satya Tv News

YouTube player

ડભોઇ ચાંદોદ ચોરીના ગુનાનો ઉકેલાયો
પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
આરોપીના રિમાન્ડની તજવીજ સાથે કાર્યવાહી હાથ ધરી

ડભોઇ ચાંદોદ ચોરીના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચાંદોદ પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

ચાંદોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગલા સના, પોલીસ કોન્સ્ટેબલ મોતી વજા સહિતનો સ્ટાફ 19 ઓગસ્ટના રોજ હદ વિસ્તારના હરસિધ્ધિ માતાના મંદિર પાસેના વળાંક ઉપર વાહન ચેકિંગમાં હતા, 8000ની કિંમતનો પંપ ચોરીનો હોવાનું જણાઈ આવતા સીઆરપીસી કલમ 102 તથા ઉપયોગમાં લીધેલા અંદાજિત 3 લાખની કિંમતનો ટાટા ટેમ્પો GJO6 BT 7605 ને કબજે લઈ ચાંદોદ નવા-માંડવાના રહેવાસી અને ડ્રાઇવિંગનો ધંધો કરતા ચાલક સાગર અંબુ વસાવા ઉં.વ 25 ની અટક કરી ચોરી સંદર્ભે વધુ કડકાઇ અને યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા સદર સબમર્સીબલ પંપ શિનોર તાલુકાના નાના કરાડા ગામેથી ચોરી કરી હોવાની સાથે ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવા માંડવા ગામની સીમમાંથી પણ બે દિવસ પહેલા લોખંડના પાઇપ અને ખેતીના ઓજારોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી, જે આધારે ચાંદોદ પોલીસે ગુનો રજીસ્ટર કરી કલમ 379 મુજબનો ગુનો નોધી ડભોઇના સાકીરના ભંગારના ડેલે વહેંચેલા ચોરીના ઓજારો જેની કિંમત 34,000 સાથે તમામ મુદ્દામાલ રિકવર કરી ભંગારના વેપારીને પણ ઝડપી પાડી, મુખ્ય આરોપી સાગર અંબુ વસાવા સાથે અન્ય ઈસમો સામેલ છે, કે કેમ તેમજ અન્ય વધુ ચોરી સાથે સાગર વસાવા સંકળાયેલ હોવાની શંકા આધારે ચાંદોદ પોલીસના પીએસઆઇ ડી.આર.ભાદરકા એ આરોપીના રિમાન્ડની તજવીજ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઈ

error: