વિજપૂરવઠો બંધ કરતા લોકોનો હલ્લાબોલ
રાત્રે 3 વાગે વીજ પુરવઠો કરાયો શરૂ
વીજપુરવઠો બંધ થતા પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી
MGVCLનો ડભોઇ શહેર તાલુકામાં ગેરવહીવટ છાશ વારે વિજપૂરવઠો બંધ રહેવાને કારણે પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે.
વીજ પુરવઠો આપવાની સરકારની જાહેરાતના ધજીયા ઉડાવતા ડભોઇ એમ. જી. વી.સી.એલ ડભોઇ શહેર તાલુકામાં છેલ્લા ત્રણ મહિનાથી રોજિંદા અલગ અલગ વિસ્તારોમાં ત્રણ થી ચાર પાંચ કલાક સુધી કોઈ કારણોસર વીજળી પુરવઠો બંધ રખાતો હોય, જેને કારણે પ્રજાત્રાહિમામ પુકારી ઉઠી છે, ત્યારે ગત રાત્રીના રોજ કલાકો સુધી વીજ પુરવઠો બંધ રખાતા એમજીવીસીએલ ઓફિસ ખાતે નગરજનોએ હાલ્લા બોલ મચાવતા વાતાવરણ ગરમાયું હતું. પોલીસ ઘટના સ્થળે આવી મામલો થાડે પાડી ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યા પછી બીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો પરંતુ રોજિંદા દિવસ રાત વારંવાર વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવાનુ કારણ ગ્રાહકોમાં સમજાતું નથી કર્મચારી અધિકારીઓના અણઘડ વહીવટને લઈને પ્રજા મુશ્કેલીનો ભોગ બને છે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ