Skip to main content

Satya Tv News

YouTube player

બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો
17 માં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન
જાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરાયું
નવયુગલોએ યજ્ઞ પૂજા વિધિનો લીધો લાભ
યજ્ઞમાં અગ્રણી સહિત ભાઈ બહેનો રહ્યા હાજર 

જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન જાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.

જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દેવોના દેવ મહાદેવ ભોળા શંભુને રીઝવવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન જાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. હોમાત્મક લઘુરુદ્રમાં નવયુગલોએ યજ્ઞ પૂજા વિધિ નો લાભ લીધો હતો .અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી હતી. પ્રતિ વર્ષની જેમ બ્રહ્મ સમાજ દ્વારા ગ્રામજનોના કલ્યાણ અર્થે લઘુરુદ્ર કરવામાં આવતો હોય છે. અને આ 17 માં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ દર્શન પૂજામાં અગ્રણી હર્ષદ અધવરીયુ ,નિખિલ જાની, યોગેશ દીક્ષિત, યુગેશ પુરાણી સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: