ભરૂચ જિ.ની બોર્ડર પર ખેડૂતો આકરા પાણી
બુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
વળતર ન મળતા ખેડૂતોએ કર્યો કોર્ટમાં કેસ
ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચિમ્મકી ઉચ્ચારી
સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ ઉટીયાદરા ગામની સીમમાં ચાલી રહેલી બુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો,જયારે ખેડૂતોએ આત્મવિલોપન કરવાની પણ ચિમ્મકી ઉચ્ચારી હતી.
સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ ઉટીયાદરા ગામની સીમમાં ચાલી રહેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સ્થળ પહોંચે તે પહેલાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ખેડૂતોને અટકાવ્યા હતા. ઉટીયાદરા ગામમાં જમીન ધરાવતા ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે અન્ય વિસ્તારના ખેડૂતો કરતા તેઓને વળતર સરકાર દ્વારા ઓછું આપવામાં આવી રહ્યું છે.જો સરકાર તેઓને પૂરતું વળતર નહિ આપે તો તેઓ આત્મવિલોપન કરશે તેવી પણ ચમમકી ઉચ્ચારી હતી.ત્યારે હાજર પોલીસ દ્વારા તમામ ખેડૂતોને ડીટેન કરી પાનોલી પોલીસ મથક ખાતે લઇ જવામાં આવ્યા હતા.ત્યારે વિરોધ કરી રહેલ એક ખેડૂત પાસેથી ઝેરી દવા પણ મળી આવી હતી, જે દવા પોલીસે છીનવી લીધી હતી
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત