ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 6.04 કલાકે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-3નું ઉતરાણ દક્ષિણ ધ્રુવની નજીક હશે. ISRO દ્વારા ઉલ્લેખિત રેખાંશ અને અક્ષાંશ મેનિન્જીસ ક્રેટર તરફ નિર્દેશ કરે છે. તેથી જ કદાચ ઉતરાણ તેની આસપાસ છે. અગાઉ ચંદ્રયાન-3 40 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષમાં દોડી રહ્યું હતું. હવે તે કાચબાની ગતિ કરતા ઓછી ઝડપે લેન્ડિંગ કરશે.
ચંદ્રયાન-3નું લેન્ડિંગ પણ કાચબા ગતિએ એટલે કે 1 થી 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે થશે. નોંધનીય છે કે, ISROનું ચંદ્રયાન-3 તેની 42 દિવસની સફર ધીમી ગતિએ કરી રહ્યું હતું. ચંદ્રયાન-3 ગુરુત્વાકર્ષણનો લાભ લઈ રહ્યું છે.
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર 25 કિમી x 134 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. 25 કિમીની આ ઉંચાઈથી તેને ચંદ્રની સપાટી સુધી નીચે જવાનું હોય છે. છેલ્લી વખત ચંદ્રયાન-2 તેની હાઇ સ્પીડ, સોફ્ટવેરની ખામી અને એન્જિનની ખામીને કારણે પડ્યું હતું. આ વખતે એવી ભૂલ ન થવી જોઈએ, એટલા માટે ચંદ્રયાન-3માં ઘણા પ્રકારના સેન્સર અને કેમેરા લગાવવામાં આવ્યા છે.