જામનગરમાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા મુકનાર બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદ બાદ બેંક મેનેજર રજા પર ઉતરી ગયો હતો. જો કે હવે રજા રદ થતાં પરત ફરેલા બેંક મેનેજરની ધરપકડ કરાઇ છે. આરોપી બેંક મેનેજર અખિલેશ હરિયાણાના યમુનાનગરનો વતની છે. અખિલેશ સૈનીએ લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મુક્યો હતો. પોલીસે બેંક મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંજાબ નેશનલ બેંકની દરેડ બ્રાન્ચના મેનેજરે વોશરૂમમાં સ્પાય કેમેરા મુક્યો હતો. બ્રાન્ચમાં આવેલા લેડીઝ વોશરૂમના દરવાજા પર તેણે સ્પાય કેમેરો લગાવ્યો હતો. એક કર્મચારીના ધ્યાને આ કેમેરો આવતા જ ભાંડો ફૂટ્યો હતો અને વિકૃત બેંક મેનેજર અખિલેશ સૈની સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે આ વિકૃત મેનેજરે મહિલા કર્મચારીઓના ફોટો અને વીડિયો બનાવવા માટે કેમેરા લગાવ્યા હતા.