Satya Tv News

કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિપક પરમારે દાવો કર્યો છે કે, મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વાર કરતા વધારે જમીન ખરીદી હતી. પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી.

પાટણના કોટાવડ ખાતે ખેડૂત હોવાનો દાખલો આપીને આ જમીન ખરીદી હતી. આ જમીન પર હાલમાં પેટ્રોલ પંપ પણ છે. અકલાચા જમીન ખરીદી વાળી જમીનની ફાઇલ ગાયબ છે. સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર ATS અને રેવન્યુ વિભાગને વધુ પુરાવા સુપ્રત કરશે.કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા. કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી.

કેતકી વ્યાસ વિરુદ્ધ 2006માં પોલીસ સ્ટેશનમાં FIR પણ થઈ હતી, કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે બીસ્મિલ્લાખાન પઠાણ નામના વ્યક્તિને ગેરકાયદે 6 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા, આ મામલે પઠાણ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ કેતકી વ્યાસ સામે FIR થઈ હતી, આ મામલો હજુ કોર્ટમાં પડતર છે.

error: