રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
જે બાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ 100 સુધી હતી. હાલ આ અકસ્માતને લઈને પોલીસ તપાસ કરી રહી છે.