Satya Tv News

સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બિમારીથી પીડાતો હતો, તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર શોકનો માહોલ સર્જાયો હતો. જોકે, મળતી માહિતી અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં લગભગ 34 કેટલા લોકોના પાણીજન્ય રોગચાળાથી મોત થયા છે. ત્યારે મોતના આંકડામાં વધારો થતાં સુરત મહાનગપાલિકાની કામગીરીને લઈને સવાલો ઉભા થાય છે.

ગતરોજ સાંજે વધુ સાગરની તબિયત લથડતા પિતા સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબએ મૃતક જાહેર કર્યો હતો. સાગર ઉધના ખાતે સલૂનની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. સાગરને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી, પરંતુ અચાનક બે દિવસ તાવ આવ્યા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.વધી રહેલા રોગચાળાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થયા છે. સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બીમારીમાં દર્દીઓ ઝપેટમાં આવી રહ્યા છે.

error: