સ્થાનિકો ને બેરોજગાર રાખી બહાર ના કામદારો ને ઘી કેળા કરાવાય છે ના કામદારો ના આક્ષેપો
વાગરા ના સાયખાં ઇન્ડસ્ટ્રીઝ માં આવેલ એક કંપની એ કોન્ટ્રાકટ ના કામદારોને છુટા કરી દેતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો.કામદારોએ ગેટ ઉપર હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
જોકે કામદારો ને ગુજરાત શ્રમિક સંગઠન તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ નું પીઠબળ મળતા શાન માં સમજી ગયેલા કંપની સત્તાધીશો એ કામદારો ને કામ પર પરત લઇ લેતા મામલો થાળે પડ્યો હતો.વાગરા તાલુકા ના સાયખાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ની શ્યામ ટેલિબોર્ગ ટાયર એલએલપી કંપની માં પૃથ્વી તેમજ વેસ્ટર્ન અને સહકાર નામની અલગ અલગ કોન્ટ્રાકટ કંપનીઓ માં કામ કરતા આશરે ૧૦૦ થી વધુ કામદારો એ કામ તેમજ રોજગારી મુદ્દે હોબાળો મચાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.સ્થાનિક કામદારો ને છુટા કરી બહાર ના માણસો ને ભરતી કરાવાય છે ના આક્ષેપો કામદારો દ્વારા કરાયા હતા.કંપની સત્તાધીશો દ્વારા હાલ માં કંપની માં શ્રમિકો ની જરૂરિયાત ન હોવાનું કહી સ્થાનિકો ને નોકરી થી વંચિત રખાયા ની બુમો પણ મોટા પાયે ઉઠવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે સ્થાનિક યુવકો ની પડખે ગુજરાત શ્રમિક સંગઠન દોડી આવતા આંદોલન ગરમાઈ જવા પામ્યુ હતુ.કંપની સત્તાધીશો ની સરમુખત્યાર શાહી થી સ્થાનિક અગ્રણીઓ તેમજ આસપાસ ના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા ની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે.જો કે કામદારો ને રિશેસ નો પૂરતો ટાઈમ નહિ આપવામાં આવતો હોવાની સાથે ટી રિશેસ પણ આપવામાં આવતી ન હોવાની વિગતો પણ સપાટી પર આવી છે.વધુમાં દીપક નામના કંપનીના કર્મચારી દ્વારા કામદારો ને ગાળો આપી હડધૂત કરવામાં આવે છે ના ગંભીર આક્ષેપો કામદારો દ્વારા કરાયા હતા.ત્યારે કંપની સત્તાધીશો કામદારો ની સમસ્યા સંદર્ભે ત્વરિત નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી હતી.કામદારો ને ગુજરાત શ્રમિક સંગઠન ના તાલુકા પ્રમુખ જાવીદ પટેલ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ નું પીઠબળ મળતા શાન માં સમજી ગયેલા કંપની સત્તાધીશો એ કામદારો ને કામ પર પરત લઇ લેતા મામલો થાળે પડ્યો હતો.
ઝફર ગડીમલ,સત્યા ટીવી વાગરા.