વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ
ચંદ્રયાન ૩ ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજાયા
ઈસરો દ્વારા ચંદ્રયાન ૩ લોન્ચ કરાયું
ચંદ્રયાન ૩ નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશે
શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો
કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩નું ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ થાય તે માટે પ્રાથના કરવામાં આવી સાથે જ ચંદ્રયાન ૩ ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા,
સમગ્ર દેશ માટે આજે ગર્વનો દિવસ,ચંદ્રયાન ૩ આજે ચંદ્ર પર પહોંચશે,ઈસરો દ્વારા ચંદ્રયાન ૩ લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ ચંદ્રયાન ૩ નું ચંદ્ર ઉપર લેન્ડિંગ થશે,ચંદ્રયાનના લેન્ડિંગને લઈ તમામ લોકો ઉત્સુક છે, ત્યારે ચંદ્રયાનના સફળ લેન્ડિંગને લઈ કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો,શાળાના વિદ્યાર્થીઓ એ ચંદ્રયાન ૩ ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ કરે તે માટે પ્રાથના કરવામાં આવી,શાળા દ્વારા ચંદ્રયાન ૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી,ચંદ્રયાન ૩ ના લેન્ડિંગ ને લઈ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સુરતમાં પણ વિવિધ સ્થળો પર ચંદ્રયાન ૩ લેન્ડિંગ ને લઈ વિશેષ ઉજવણી કરવામાં આવશે અને ચંદ્રયાન ૩ નું સફળ લેન્ડિંગ થાય તે માટે ભારતવાસીઓ પ્રાથના પણ કરી રહ્યા છે,૪૧ દિવસ બાદ આજ રોજ એટલે કે ૨૩ ઓગસ્ટે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ ની વચ્ચે ચંદ્રયાન ૩ ચંદ્રની ધરતી ઉપર લેન્ડ થશે,ચંદ્રયાન ૩ નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશે,ત્યારે ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે સૌ કોઈ ઉત્સુક છે,દેશ વાસીઓ ભારે ઉત્સાહ સાથે આજની ગૌરવવંતી સાંજની આતુરતા પૂર્વક વાર જોઈ રહ્યા છે,ત્યારે આજના ખાસ દિવસે કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો,ચંદ્રયાન ૩ લેન્ડિંગ ને લઈ શાળાના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત