Satya Tv News

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું

ઈસરોએ ટ્વીટ કરીને ચંદ્રયાન-3એ આપેલા પહેલા સંદેશાની માહિતી આપતાં લખ્યું કે,” ભારત, હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું અને તમે પણ!” આ સાથે જ ,’ ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી દીધું છે. ખુબ-ખુબ અભિનંદન, ભારત!’

PM મોદી:આ સિદ્ધિ માટે ઈસરોને અને દેશના દરેક વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું. કારણ કે તેઓ વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે, આ ક્ષણ માટે. હું દેશના 140 કરોડ દેશવાસીઓને પણ આ ભાવનાત્મક ક્ષણ માટે અભિનંદન આપું છું. આપણા વૈજ્ઞાનિકોની મહેનતથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. આજથી ચંદ્રને લગતી દંતકથાઓ અને વાર્તાઓ બદલાશે અને નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે.

error: