શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઇટ પર જઈને કરવાની રહેશે. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.પરિપત્રમાં ઉમેદવારને અરજી કરતા પહેલા વેબસાઇટ પર ભરતીને લઈને મુકવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચનાઓ વાંચી લેવાની પણ વિનંતી કરવામાં આવી છે. ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.