Satya Tv News

મગન નગર વિભાગ-02ના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ નામથી વેપાર કરતા મુનીકેશભાઈ ધ્રુવનારાયણભાઈ ગુપ્તા એ બુધવારે સવારે 9 વાગ્યે જ્વેલર્સ શરૂ કરી ત્યારે જ ગ્રાહકના સ્વાંગમાં ચાર યુવકો પ્રવેશ્યા હતા. ચારેય પૈકી એકએ ગન જેવું હથિયાર કાઢ્યું અને મુકેશ ગુપ્તા સામે ધરી તેમને ધમકાવી ડરાવ્યા, બીજા યુવકે છરો કાઢ્યો અને હાજર સ્ટાફને બાનમાં લઇ લૂંટના ધમકાવવા લાગ્યા હતા.

સ્ટાફે બુમાબુમ કરતા ત્યાં સ્થાનિક લોકોનું ટોળુ ભેગુ થયુ હતુ. લોકોની ભીડ વચ્ચે ચારેય લૂંટારુઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી એક યુવક નામે તૌફીક નાસીરભાઇ મકવાણા ને પકડી લેવાયો હતો. આ સાથે પોલીસને જાણ કરી દેવાતા પોલીસ પણ આવી હતી.

error: