Satya Tv News

નવી ફિલ્મ ‘હડ્ડી’નું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક ટ્રાન્સજેન્ડર મહિલાના રોલમાં જોવા મળશે. અનુરાગ કશ્યપ અને મોહમ્મદ જીશાન અયુબની પણ ઝલક જોવા મળી છે. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘હડ્ડી’નું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલાં સામે આવ્યો હતો, ત્યારથી આ ફિલ્મની તેની રાહ જોવાઈ રહી હતી. જોકે, આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ દમદાર છે. ટ્રાન્સજેન્ડર બનેલા નવાઝુદ્દીને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી દીધી છે.

ટ્રેલરની શરૂઆતમાં નવાજુદ્દીન સિદ્દીકીના પાત્રની ઝલક જોવા મળે છે. તે સાડી પહેરીને ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળે છે. તે ડાયલોગ બોલે છે, ‘તને ખબર છે કે લોકો અમારાથી કેમ ડરે છે? અમારા આશીર્વાદ ખૂબ શક્તિશાળી છે અને અમારા શ્રાપ ખૂબ જ ભયાવહ હોય છે. એમાં પણ ભયંકર શું છે? અમારો બદલો.’ આ પછી નવાઝુદ્દીન કોઈને ક્રૂરતાથી મારતો જોવા મળે છે.

આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી અને અનુરાગ કશ્યપની સાથે ઇલા અરુણ, મોહમ્મદ જીશાન અય્યુબ, સૌરભ સચદેવા, શ્રીધર દુબે, રાજેશ કુમાર, વિપિન શર્મા અને સહર્ષ શુક્લા જોવા મળશે. આ ફિલ્મ ZEE5 પર 7 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રીમિયર થશે. મહત્વનું છેકે, આ ફિલ્મનો ફર્સ્ટ લુક જ્યારે સામે આવ્યો હતો ત્યારે નવાજુદ્દીન સિદ્દીકીને કોઇ ઓળખી શક્યું નહોતું.

error: