Satya Tv News

લોકસભા પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકારની મુશ્કેલીઓ વધે તો નવાઈ નહીં. એક બાજુ ફિક્સ વેતનધારકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચૂંટાયેલાં જનપ્રતીનિધીઓના પ્રવાસ ભથ્થામાં જબરદસ્ત વધારો કરી દેવામાં આવ્યા છે. પ્રજા વચ્ચે જવું મોઘું બન્યું હોવાનું કારણ ધરીને રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રવાસ ભથ્થામાં 30થી 40 ટકાનો વધારો કર્યો છે. ગુજરાતમાં મોટાભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો પર ભાજપનું શાસન છે. ભાજપના નેતાઓને સુવિધાના નામે પગારમાં વધારો કરાયો છે. મોંઘવારી નેતાઓને નડતી હોય તો એ મોંધવારી ફીક્સ પે વેતનધારીને પણ નડી રહી છે. આગામી દિવસમો ફિક્સ પે નાબૂદી સરકારના માથાનો દુખાવો બની શકે છે.

ફિક્સ પે ની નીતિ દૂર કરવા સરકારી કર્મચારીઓએ હવે બાંયો ચઢાવી છે. જેઓ રાજ્ય સરકારની ફીક્સ પે નીતિ સામે વિરોધ કરશે. તહેવારોની સાથે ફિક્સ પે નીતિનો વિરોધ કરવા કાર્યક્રમો ઘડાયા છે. જેમાં જન્માષ્ટમી, રક્ષાબંધન ના તહેવારોમાં કર્મચારીઓ કરશે પ્રતિકાત્મક વિરોધ કરશે. આ સમયે કાળા વસ્ત્રો ધારણ કરીને પણ સરકારી કર્મચારીઓ વિરોધ કરી શકે છે. આગામી સમયમાં લોકસભા આવી રહી છે આ સમયે ભાજપ સરકાર સામે વિરોધને પગલે સરકાર ભિંસમાં મૂકાય તો પણ નવાઈ નહીં. સરકારે હાલમાં જ તાલુકા પંચાયત પ્રમુખને રૂા.૬૦ હજાર, જિલ્લા પંચાયત પ્રમુખને ૧.૩૦ લાખ પ્રવાસ ભથ્થુ ફાળવવાનો નિર્ણય લીધો છે. લોકસભા પહેલાં પ્રમુખો પ્રવાસ કરે એ જરૂરી છે પણ એમને ભથ્થાઓ ઓછા હોવાનું ગણાવી વિરોધ કરતાં સરકારે આ ભથ્થાઓમાં 30થી 40 ટકાનો વધારો કરી દીધો છે.

error: