ભરૂચ અને વાગરા એસ ટી ડેપોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.ડેપો મેનેજરે સ્વચ્છતા ને વેગ આપવા હાજર રહ્યા હતા.જ્યારે મુસાફરો ડેપોમાં જયાં ત્યાં ગંદકી ન કરે એ માટે ખાસ અપીલ કરી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દરેક ડેપો તેમજ વર્કશોપ માં ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતા ડેપો ચકાચક થઈ ગયા હતા.ભરૂચ માં ડેપો મેનેજર જાતે હાજર રહી ડેપો ની સ્વચ્છ કરાવ્યુ હતુ.જ્યારે વાગરા ડેપોની મુલાકાત લેતા દીવાલો ઉપર પાન ની પિચકારીઓ નજરે પડતા તાત્કાલિક ધોરણે રંગરોગાન કરાવી દૂર કરાવી હતી.આ બાબતે ભરૂચ ડેપો મેનેજરે જણાવ્યુ હતુ કે નિત્યક્રમ મુજબ સફાઈ હાથ ધરવામાં આવે છે.પરંતુ ડેપોમાં આવતા મુસાફરો એ પણ સ્વચ્છતા અભિયાન ને વેગ આપવા સહયોગ આપવો પડશે.એકમેક ના સહયોગ વિના સ્વચ્છતા અભિયાન સફળ બની શકે એમ નથી.તેમણે મુસાફરો ને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.અને સાથે પાન પિચકારી મારતા લોકો ને દંડનીય કાર્યવાહી કરવા ચીમકી પણ ઉચ્ચારી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા.