ગુજરાતમાં ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. જેનાં કારણે ખેડૂતોએ મોટાભાગનાં પાકોનું વાવેતર કર્યું હતું. પરંતું છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા જગતનાં તાતની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ખેતરમાં વાવેતર કરેલ પાકને મોટાપાયે નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. હાલ ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ઝંખતા ડાંગરનાં રોપા જોવા મળી રહ્યા છે.