Satya Tv News

ભરૂચ લોકસભા બેઠકને લઈ આપ અને ભાજપનાં નેતા વચ્ચે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે. ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો આપ ટેકો આપી તેઓને જીતાડવા પ્રયત્ન કરશે. ત્યારે કોંગ્રેસનાં લઘુમતિ ઉમેદવાર સામે ભાજપ હિંદુકાર્ડ ખેલી જીત મેળવે છે. જો ગઠબંધન ન થાય તો તમામ બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. તો બીજી તરફ ભરૂચ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાએ જીતનો દાવો કર્યો છે તેમજ મનસુખ વસાવાએ આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાને કૂવાનાં દેડકા સમાન ગણાવ્યા છે. અને કહ્યું કે લોકો ભાજપને એમ જ મત નથી આપતા અમે પ્રજાના કામો કર્યા છે.

error: