‘ના મે ગીરા ના મેરી ઉમ્મીદો કે મિનારે ગીરે, લેકિન કુછ લોગ મુજે ગીરાને મેં બાર બાર ગીરે’… આ શબ્દો છે ખેડા જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ વિપુલ પટેલના! જેમણે ભાજપમાં ચાલતા ખેંચતાણ મુદ્દે નિવેદન આપ્યું છે. આ નિવેદને લઈને ભાજપના સંગઠનમાં સોંપો પડી ગયો છે. ભાજપમાં ચાલતા ખેંચતાણ મુદ્દે વિપુલ પટેલે જાહેરમાં એક કાર્યક્રમ સંબોધતા કહ્યું હતું કે પાર્ટીમાં હાલ ખેંચતાણ ચાલી રહી છે. આ નિવેદનને લઈને રાજકીય હડકંપ મચી ગયો છે. એક બાજુ લોકસભાની ચૂંટણી માથે છે. ત્યાં આ પ્રકારના વિવાદ સામે આવતા મોડવી મંડળ પણ સ્તબ્ધ થયું છે.