Skip to main content

Satya Tv News

વિદેશ જવાની ઘેલછામાં અત્યારે અનેક ગુજરાતીઓએ કરોડા રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યાં વડોદરામાં વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં વિદેશ જવા વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર પિતા-પુત્ર ઝડપાયા છે. વડોદરાના ફતેહગંજ પોલીસે વિઝાના નામે 3.05 કરોડથી વધુની ઠગાઈ કરનારને ઝડપ્યા છે.બંન્ને આરોપીને રાજેન્દ્ર શાહ અને રીંકેશ શાહ અમદાવાદના બોપલમાંથી ઝડપાયા છે. 19 જુલાઈએ છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ પિતા-પુત્ર ફરાર થયા હતા. વિઝા આપવાની નામ પર છેતરપિંડી કરનાર ઠગબાજ પિતા-પુત્રને વડોદરા લાવવામાં આવ્યા છે.

error: