Satya Tv News

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 20 મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો છે. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

પ્રાઈવેટ પાર્ટી કોચમાં યાત્રી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા અને આ કારણે આગ લાગી. આગ લાગ્યા બાદ ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક યાત્રી કોચમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે કેટલાક યાત્રીઓ પ્લેટફોર્મ પર જ ઉતરી ગયા હતા. તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ IRCTC પોર્ટલનો ઉપયોગ કરીને પાર્ટી કોચને બુક કરાવી શકે છે. તેમને ગેસ સિલિન્ડર જેવા કોઈપણ જ્વલનશીલ પદાર્થ લઈ જવાની અનુમતી નથી હોતી.

error: