આશરે ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતના ઘાસચારો શોર્ટ સર્કિટ ના કારણે લાગેલ આગમાં બળી ને ખાક થયું હતું
ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમની મદદથી આગ ઉપર ગણતરીના મિનિટોમાં કાબુ મેળવી લેવામાં આવ્યો
ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરના ગૌશાળામાં મુકેલ ઘાસચારામાં એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમની મદદથી ગણતરીના મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.જોકે આગ લાગવાની ઘટનામાં આશરે ચારથી પાંચ લાખ રૂપિયાના ઘાસચારો બળીને ભસ્મ થયો હતો.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વેજલપુરમાં હવે બહુચરાજી મંદિરના નીચેના ભાગે ગૌશાળા આવેલ છે.જેમાં ગૌ ના આહાર માટે ઘાસચારો મૂકવામાં આવ્યો હતો બપોરના સુમારે અચાનક ઘાસચારાના જથ્થામાં આગ ફાટી નીકળી હોવાનું અને ધુમાડા બહાર દેખાતા હોવાનો મંદિરના મહંતને આજુબાજુના લોકોએ જણાવ્યું હતું જેમાં સ્થાનિકોએ આગ ઓલવવા માટે પ્રયત્ન કર્યા બાદ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે ગણતરીના મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જો કે મંદિરના મહંતના જણાવ્યા મુજબ સમગ્ર આગ લાગવાની ઘટના માં આશરે ચાર થી પાંચ લાખ રૂપિયાની કિંમતનો ઘાસચારો બળીને ખાખ થયો હતો તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.