Satya Tv News

મનુબર ચોકડી નજીક એક મહિલા બે બાળકોને એક્ટિવા પર બેસાડી લઈ જઈ રહી હતી. દરમીયાન એક ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી.અકસ્માતમાં મહિલા અને બંને બાળકો ટ્રક નીચે ફસાતા બુમરાણ સાથે દોડધામ મચી હતી. આસપાસ રહેલા વાહન ચાલકો અને લોકોએ દોડી આવી મહિલા અને બાળકોને ટ્રક નીચેથી બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું.દરમિયાન અકસ્માત સર્જક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. લોકોએ ભારે જહેમતે ત્રણેય ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માતના પગલે મનુબર ચોકડી અને દહેજ બાયપાસ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

માતા બે સંતાનોને સ્કૂલેથી લઇ ઘરે આવી રહી હતી ત્યારે જ ફાટેલા ટાયરના હાઈવા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મહિલાના બંને પગે ગંભીર ઇજાઓ પોહચી હોવાની વિગતો બહાર આવી છે.બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ તંત્ર અને પોલીસ પર ભડાસ કાઢી હતી. આર.ટી.ઓ, ટ્રાફિક ,ભરૂચ પોલીસને મોપેડ, બાઇક, રીક્ષા, ફોર વ્હિલર ચાલકો દેખાય છે પણ કાયદાનો ભંગ કરતા ટ્રક, હાઈવા, ડમ્પર ચાલકો દેખાતા નથી.ઓવરલોડેડ ચાલતા ભરૂચ-દહેજ માર્ગ પર ભારે વાહનો પર લગામ લાવવા, કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે. વધુમાં મનુબર ચોકડી પર પોલીસ પોઇન્ટ મુકવાની પણ માંગણી કરાઈ છે.

error: