Satya Tv News

માનવ જીવનમાં યોગ પ્રાણાયામ અને આર્ટ ઓફ લિવિંગના લાભો વિશે છ દિવસ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખની ઉપસ્થિતિમાં કોમર્સ કોલેજ ખાતે હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો. હતો.

ડભોઇ આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ડભોઇ કોમર્સ કોલેજ ખાતે હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ ટીચર જીજ્ઞાબેન ભાવસારના સાનિધ્યમાં છ દિવસીય આ શિબિરમાં આશરે 55 થી વધુ લોકોએ ભાગ લીધો. અને યોગા પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા નો લાભ લીધો. આ શિબિરમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. અને આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડભોઇના તમામ વોલન્ટીરો દ્વારા તેઓનું બહુમાન અને સ્વાગત કરવામાં આવ્યા બાદ શશીકાંતભાઈએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં યોગ પ્રાણાયામ અને આર્ટ ઓફ લિવિંગના લાભો વિશે માર્ગદર્શન આપ્યું અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ કેયુરભાઈ પારેખ દ્વારા પણ હેપીનેસ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસીટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: