દિલ્હીના જગતપુરી વિસ્તારની એક હોટલના રૂમમાં એક ચોંકાવનારી ઘટનામાં બે સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી હોટલમાં બંને વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હતો. આ બંને યુવકોએ બંને વિદ્યાર્થીઓને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતા હોવાનું પણ જાણવા મળ્યું છે. બન્ને છોકરીઓની રેપની જાણકારી હવે મળતાં પરિવારને આંચકો લાગ્યો છે. પરિવારનું કહેવું છે કે હોટલમાં આ બંને છોકરીઓ પર લાંબા સમયથી સતત બળાત્કાર થઇ રહ્યો હતો. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો સ્કૂલના સ્ટાફની સાથે વિદ્યાર્થીઓના પરિવારજનો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. બંને વિદ્યાર્થીઓના પરિવારજનોની ફરિયાદ પર દિલ્હી પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.
એક દિવસ જ્યારે પરિવાર શાળાએ ગયો અને ખબર પડી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. શાળા તરફથી જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી બંને બાળકીઓ શાળાએ આવતી નથી. આ પછી, જ્યારે પરિવારે ઘરે કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેમણે બનેલી બીના કહી સંભળાવી હતી. બન્ને છોકરીઓએ માતાપિતાને કહ્યું કે કેવી રીતે બે યુવકો તેને એક હોટલમાં લઈ ગયા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા એક વર્ષથી તેમની સાથે આવું બધું થતું હતું. આ બંને યુવતીઓ લગભગ એક વર્ષથી સાંજના સમયે હોટલમાં જતી હોવાનું પણ બહાર આવ્યું હતું.