આસપાસના ખેતરોમાં ખેતી કરવા જતા ખેડૂતો માં ફફડાટ
વાગરા ના પહાજ અને આમોદ ના રોઝા ટંકારીયા વચ્ચે આવેલ ગેલ ઇન્ડિયા કંપની ના કેમ્પસ માં દીપડો દેખાતા ભય નો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.ગેલ કંપની ની આસપાસ ના ખેતરોમાં ખેતી કરવા જતા ખેડૂતો ગભરાઈ રહ્યા છે.સંબંધિત તંત્ર દીપડા ને પકડવા કવાયત હાથ ધરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.
વાગરા ના પહાજ ગામ નજીક ગેલ કંપની આવેલી છે.કંપની ના પાછળ ના ભાગે ઝાડી ઝાંખરા સહિત વૃક્ષો મોટા પ્રમાણ માં છે.છેલ્લા કેટલાક દિવસો થી દીપડો દેખાતા આ વિસ્તાર માં કામ કરતા કંપની કર્મીઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.તો બીજી તરફ કંપની આસપાસ આવેલા ખેતરોમાં ખેતી ના કામકાજ અર્થે આવતા ખેડૂતોમાં પણ દહેશત વ્યાપી જવા પામી છે.દીપડા ની હાજરી ને કારણે કામ કરતા માણસો એ વિસ્તારમાં જતા ખચકાટ અનુભવી રહ્યા છે.તો બીજી તરફ સંબંધિત તંત્ર દીપડા ના તાત્કાલિક ધોરણે ઝબ્બે કરે એવી કંપની સત્તાધીશો તેમજ ખેડૂત આલમ માંથી ઉઠવા પામી છે.તંત્ર દીપડા ને પકડી સ્થાનિકોને ભય મુક્ત કરાવે છે એજ સમય ની માંગ છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી સત્યા ટીવી વાગરા