Satya Tv News

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, પરંતુ તેનાથી પણ વધારે ચર્ચા જવાનમાં શાહરૂખ ખાનના લુક્સની વધુ થઈ રહી છે. તાજેતરમાં, ફિલ્મનું એક ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું, જેને પ્રિવ્યુ તરીકે નામ આપવામાં આવ્યું હતું – જે બાદથી શાહરૂખના કેટલાક અલગ-અલગ લુક વિશે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. એકમાં માથા અને ચહેરા પર પાટો બાંધ્યો હતો, અડધા ચહેરા પર માસ્ક અને મેટ્રોની અંદર શાહરુખ નાચતો બાલ્ડ શાહરુખ જોવા મળ્યો હતો. આ દેખાવે તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે, અને તેમાં શાહરૂખ એક બે કે ત્રણ નહી પણ પાંચ અલગ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે, બધા લુક્સ અલગ-અલગ પોઝમાં છે.

એટલી નિર્દેશિત જવાન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં શાહરૂખ ખાનનો ડબલ રોલ છે, જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ બંને પ્રમોશનલ વીડિયો જણાવે છે, કે આ ડબલ રોલમાં ઘણા બધા લુક્સ છે. એટલે કે, વાસ્તવિક વાર્તા શું હશે તે એક રહસ્ય છે. આના પરથી પિક્ચર હોલમાં જ આખરી પડદો ઉઠશે. જો કે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે, ફિલ્મમાં શાહરૂખ ખાનનું પાત્ર અલગ-અલગ રૂપમાં બધી બુરાઈઓનો નાસ કરશે

પ્રિવ્યૂમાં શાહરૂખના લુક્સ જોયા છે. ભલે આખી વાર્તા ન સમજાય, પરંતુ વાર્તાની પૂર્વસૂચનાઓ દર્શાવે છે, કે કદાચ અહીં આતંકવાદી હુમલાની યોજના હશે અને તે યોજનાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ થશે. આ ઉપરાંત આજના સમાજની બુરાઈઓ અને તે બુરાઈઓનો નાશ કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. પરંતુ મોશન પોસ્ટરનો દેખાવ વાર્તાના રહસ્યને વધુ રસપ્રદ બનાવે છે.

error: