Satya Tv News

ડભોઇ નગર અને તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ તથા બેરોજગાર યુવક-યુવતીઓ પોતાના યોગ્ય અભ્યાસ પુર્ણ કરીને, આત્મ નિર્ભર બને તેમજ તેમના રસ-રુચીના ક્ષેત્રમા આગળ વધે તે માટે તમામ વિધ્યાર્થી / ઉમેદવારોને વ્યવસાયીક કારકિર્દી માર્ગદર્શન, કેરીઅર કાઉન્સેલીંગ સેવાઓ, રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને રોજગારી શોધવા તેમજ વિદેશ અભ્યાસ અને રોજગારી માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે કાઉન્સેલીંગ અને ગાઈડન્સ સેવા તેમજ સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી માટેની ૩૦ દિવસ ફ્રી નિવાસી તાલીમ તેમજ રોજગાર, એપ્રેન્ટીસ ભરતી મેલા અને સ્વરોજગાર પ્રેરણાત્મક માર્ગદર્શન શીબીર યોજવા માટે મદદનીશ નિયામક કચેરી, મોડેલ કરીઅર સેન્ટર, આઈટીસી બીલ્ડીંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા તેમજ યુનિવર્સીટી એમ્પલોયમેન્ટ ઈન્ફોરામેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો, ચમેલીબાગ, એમ એસ.યુનિ ગેસ્ટ હાઉસ પાસે, યુનિવર્સીટી કેમ્પસ, વડોદરા ખાતે કાર્યરત છે.નુ વડોદરા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણને જણાવ્યું હતું

ડભોઇ શહેર તાલુકાના ગ્રામ્ય લોકો માટે નગરપાલિકા હોલ ખાતે મુકેશ પટેલ જુનિયર રોજગાર અધિકારી નિશાન જોશીયલ કાઉન્સિલર રોજગાર કચેરી જીતેન્દ્ર આર શોયૅન્સી ડેવલોપમેન્ટ અધિકારી એલઆઇસી અને તેમની ટીમ ભરત કહાર અને રમેશ મહેતા જેન્ડર સ્પેશ્યાલીસ્ટ મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ ડભોઇ તાલુકા પંચાયત ટીડીઓ પારસ પટેલ અશ્વિન વકીલ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ ચીફ ઓફિસર જય કિશન તડવી કારોબારી ચેરમેન વિશાલ શાહ મેનેજર મહેશ પરમાર સમાજ સંગઠનન પ્રવીણ બારીયા તેમજ સભ્ય તેજલ સોની ઉપસ્થિતિમાં કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રોજગાર કચેરી તમામ સેવાઓનો લાભ લેવા માટે 150 ઉપરાંત ઉમેદવારોએ તેમના અભ્યાસના પ્રમાણપત્રોની નકલ, આધાર કાર્ડ તેમજ બાયોડેટાની નકલો સાથે હાજર રહી રજીસ્ટ્રેશન કરાવી કેમ્પનો લાભ લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: