Satya Tv News

રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે પછી નાઇટ ડ્રેસ પહેરીને શાળાએ ન જાય. શાળા સંચાલક મંડળે કહ્યું છે કે પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે એવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તે પણ દરેક વાલીએ જોવું જોઈએ.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ કહ્યું કે, અમારા ધ્યાનમાં આવેલું છે કે અમુક વાલીઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ લેવા-મુકવા આવે ખાસ કરીને વહેલી સવારે અથવા તો શાળાની કોઈ મીટિંગમાં આવે ત્યારે પોતા ગરીમા પૂર્ણ ડ્રેસ કોડમાં હોતા નથી. અમુક વાલીઓ બરમુડા પહેરીને આવે છે, શોર્ટ્સ પહેરીને આવે છે, નાઇટ ડ્રેસ પહેરીને આવે છે. ત્યારે આવા વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ શાળાના સંકુલની ગરીમા જળવાય તે પ્રકારના વસ્ત્રો પહેરીને આવે.

કપડા સિવાય વાલીઓ પાન-માવા ખાઇને પણ તેમના બાળકોને શાળાઓમાં મુકવા અથવા તો શાળાની મીટિંગમાં ન આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવા વાલીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ડ્રેસ કોડનું ધ્યાન ન રાખતા વાલીઓને ટૂંક સમયમાં જ માર્ગદર્શિકા પણ આપવામાં આવશે.

error: