Satya Tv News

અમદાવાદના પોશ વિસ્તારમાં થયેલી ચોરીની સીસીટીવીના આધારે ઝોન LCBની ટીમે વિક્રમ રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સલુનમાં નોકરી કરતો વિકી ઉર્ફે વિક્રમ સલુનમાં આવતા ગ્રાહકો સાથે દુકાન કે ઘર બાબતે વાતચીત કરતો હતો અને રાત્રિ દરમિયાન ચોરી કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પત્ની માટે સાડીઓ, ઘર માટે ગેસનો બાટલો, લેપટોપ સહિતની મત્તાની ચોરી કરતો હતો. અગાઉ આરોપીના વિરુધ્ધમાં વાડજ અને સોલામાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ અગાઉ 22 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

પોલીસ દ્વારા વિકી ઉર્ફે વિક્રમ રાઠોડ નામના વ્યક્તિની ધરપક કરાઇ છે. આરોપીની પોશ વિસ્તારમાં થયેલી ચોરીના સીસીટીવી આધારે તેની પૂછપરછ કરતા તેણે પાંચેક જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસને એમ હતું કે આરોપીએ કોઇ દુકાન કે ઘરમાં મોટી ચોરીને અંજામ આપ્યો હોઇ શકે છે, પણ આરોપીની પૂછપરછ કરી ત્યારે તેણે ઘરમાં જે વસ્તુની જરૂર પડતી હતી તે જ વસ્તુઓ તેણે ચોરી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પત્ની માટે સાડીઓ, ઘર માટે ગેસનો બાટલો, લેપટોપ સહિતની મતાની ચોરી કરી હતી. પોલીસે તપાસ કરતાં માત્ર બે ચોરીના બનાવ બાબતે વાડજ અને સોલામાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે, આરોપીએ તે સિવાય પણ અનેક ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસનું કહેવું છે કે, આરોપી પહેલા સલુનમાં નોકરી કરતો હતો ત્યારે જે ગ્રાહકો આવે તેની સાથે કોઇ દુકાન કે ઘર બાબતે વાતચીત કરતો હતો. બાદમાં તે જગ્યા પર રાત્રે સાયકલ લઇને પહોંચી જતો હતો. ત્યાં ત્રણ ચાર કલાક સાયકલ પર જ રેકી કરતો અને બાદમાં ચોરી કરી સાયકલ લઇને ફરાર થઇ જતો હતો. આરોપીએ પત્ની માટે પાંચેક જેટલી સાડીઓ પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, તે બાબતે ફરિયાદ થઇ નથી. ત્યારે આરોપીએ અગાઉ 22 લાખની એક ચોરીને પણ અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તે બાબતે ખરાઇ કરવાની કામગીરી હાથ ધરી છે.

આરોપીએ કોમ્પ્યુટર કોર્સ કર્યો હોવાથી લેપટોપનો પાસવર્ડ બદલ્યો હોવાનું સામે આવ્યું છે. એક સામાન્ય માણસને પાસવર્ડ બદલતા કેવી રીતે આવડ્યું તે સવાલ પર પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ પહેલા કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. સાથે જ તેણે લેપટોપના ફ્રન્ટ કેમેરા પર પટ્ટી પણ મારી દીધી હોવાનું જણાવ્યું હતું.

error: