Satya Tv News

30 ઓગસ્ટના રોજ આકાશમાં દેખાનાર ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળશે. આ દિવસે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ 3,57,344 કિલોમીટર નજીક રહેશે. આ દિવસે ચંદ્રનો બ્લ્યૂ નહીં, પરંતુ નારંગી રંગનો જોવા મળશે. તેમ છતાં તેનું નામ બ્લ્યૂ મૂન શા માટે રાખવામાં આવ્યું? આ મહિને બીજી પૂનમ છે, દર બેથી ત્રણ વર્ષે પૂનમ આવો નજારો જોવા મળે છે. નાસાએ જણાવ્યું અનુસાર હવામાં એવા કણ હોય છે, જે લાલ રંગના પ્રકાશને ફિલ્ટર કરીને યોગ્ય આકારમાં હોય ત્યારે ચંદ્ર વાદળી જોવા મળી શકે છે.

સુપર મૂન દેખાવો તે કોઈ દુર્લભ ઘટના નથી. વર્ષમાં ત્રણથી ચાર સુપરમૂન હોય છે, પરંતુ બ્લ્યૂ મૂન દેખાવો તે સામાન્ય વાત નથી. દર 10થી 20 વર્ષે બ્લ્યૂ સુપરમૂન જોવા મળે છે. નાસાએ જણાવ્યા અનુસાર હવે વર્ષ 2037માં આગામી બ્લ્યૂ સુપરમૂન જોવા મળશે. ચંદ્ર વાદળી રંગનો દેખાવો તે અસામાન્ય ઘટના છે. વર્ષ 1883માં ક્રાકાટોઆના ઘાતક જ્વાલામુખી વિસ્ફોટને કારણે બ્લ્યૂ મૂન જોવા મળ્યો હતો.

error: