Satya Tv News

પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવતી વેગનઆર કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

રાહદારી દ્વારા આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા સમી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

error: