Satya Tv News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી લીધી છે અને નકશાની બાબત તો ગંભીર છે કારણ કે તેમણે જમીન લીધી છે. વડાપ્રધાને આ અંગે કંઈક કહેવું જોઈએ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી થોડા દિવસો માટે લદ્દાખની મુલાકાતે ગયા હતા. ત્યાં તેણણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે, ચીને લદ્દાખની જમીન હડપ કરી લીધી છે અને કેન્દ્ર સરકારે કોઈ પગલાં લીધા નથી. રાહુલ ગાંધીએ સીધો પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યા છે, તેમણે પીએમ પર લદ્દાખ મુદ્દે જૂઠ્ઠું બોલવાનો આરોપ પણ લગાવ્યો છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ચીન પર આકરા પ્રહારો કર્યા અને આ નકશાને વાહિયાત ગણાવ્યો છે. જયશંકરે કહ્યું કે, ચીન ભૂતકાળમાં પણ આવા નકશા જારી કરતું રહ્યું છે, જેમાં તે અન્ય દેશોની જમીનને પોતાની કહે છે, આ તેની જૂની આદત છે. પરંતુ આનાથી કંઈપણ બદલાતું નથી, કારણ કે જેઓ ભારતનો ભાગ છે તેઓ હંમેશા રહેશે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમને ખબર છે કે અમારો વિસ્તાર કેટલો છે, તે પણ સાફ છે કે તેની સુરક્ષા માટે અમારે શું કરવાનું છે. માત્ર વાહિયાત દાવા કરવાથી કોઈનો પ્રદેશ નથી થઈ જતો. વિદેશ મંત્રાલયે પણ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ચીનના આવા દાવાઓ માત્ર સરહદ સંબંધિત વિવાદોને જટિલ બનાવે છે.

error: