Satya Tv News

પતિ સાઉદીમાં રહેતો હતો. જયાથી આવ્યા બાદ શાળાએ જઈને જ તેના ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે જ પત્નીને તલાક આપ્યા હતા. બીજી બાજુ મહિલાએ પોલીસ સમક્ષ કાર્યવાહીની માંગ કરી છે. હાલ ફરિયાદના આધારે પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ તેજ બનાવી છે. પીડિત મહિલા તમન્ના બારાબંકીના કોતવાલી વિસ્તારના બેગમગંજ વિસ્તારની રહેવાસી છે. તમન્નાના લગ્ન 3 વર્ષ પહેલા 1 સપ્ટેમ્બર 2020ના રોજ ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી મોહમ્મદ શકીલ સાથે થયા હતા.

બાદમાં દહેજની માંગ સાથે સાસુ, સસરા અને પતિ સહિતના માર મારતા હોવાના આરોપ લાગી રહ્યા છે. બાદમાં આરોપી એ પતિએ તેના ક્લાસમાં બાળકોની સામે તલાક આપ્યા હતા. આ મામલે શહેર પોલીસ મથકે પીડિત મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: