Satya Tv News

રાજકોટમાં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં આવેલી લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિ હસમુખ વસોયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ તપાસમાં ગૃહપતિના અસલી ચહેરાનો પર્દાફાશ થયો છે. નરાધમ ગૃહપતિ વિદ્યાર્થીને મોબાઇલમાં બિભસ્ત વીડિયો બતાવતો હોવાનો ખુલાસો થયો છે. ભોગ બનનાર વિદ્યાર્થીને ગૃહપતિ દ્વારા માર મરાયો હતો.

error: