Satya Tv News

ભારતીય ટીમે મંગળવારે પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ જોરદાર બાંગલાદેશને ટક્કર આપવા એક બાદ એક ગોલ કર્યા અને બાંગ્લાદેશને 15-1થી હરાવ્યું. આખી મેચમાં બાંગ્લાદેશની ટીમ ભારતીય ટીમનો મુકાબલો કરી શકી ન હતી અને બેકફૂટ પર રહી ગઈ હતી.ભારત તરફથી મનિન્દર સિંહે ચાર ગોલ કર્યા હતા. મોહમ્મદ રાહિલે આ મેચમાં હેટ્રિક ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ પર શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને બાંગ્લાદેશને કોઈ તક આપી નહોતી. મેચનો પ્રથમ ગોલ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી તે ફરી ગોલ કરી શક્યો નહોતો.

ભારત તરફથી પહેલો ગોલ આઠમી મિનિટે મનદીપ મોરે કર્યો હતો. બીજી મિનિટે દિપાસ તિર્કીએ ગોલ કર્યો હતો. મનિન્દરે 10મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ગુરજોત સિંહ અને સુખવિંદરે 13મી મિનિટે ભારતને 5-1થી આગળ કર્યું હતું. ટીમ ઈન્ડિયા અહીંથી ન અટકી અને સતત ગોલ ફટકારતી રહી. મનિન્દરે ફરી 18મી, 28મી અને 30મી મિનિટમાં ગોલ કર્યો. રાહિલે પોતાનો પહેલો ગોલ 15મી મિનિટે કર્યો હતો. તેણે 24મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો હતો. ત્યારબાદ સુખવિન્દરે 22મી મિનિટે અને ગરજોત સિંહે 23મી મિનિટે ગોલ કર્યા હતા. પવન રાજભરે પણ 19મી મિનિટે ગોલ શીટ પર પોતાનું નામ લખાવ્યું હતું.

ભારતે હવે બુધવારે ફરી મેદાન મારવાનું છે. ટીમ ઈન્ડિયા આ દિવસે બે મેચ રમશે. પ્રથમ મેચમાં તેનો મુકાબલો યજમાન ઓમાન સામે થશે જ્યારે દિવસની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થશે. પાકિસ્તાન પણ આ મેચમાં શાનદાર જીતનો દાવ કરી રહ્યું છે. મંગળવારે પાકિસ્તાને જાપાનને 25-1થી હરાવ્યું હતું. પાકિસ્તાન તરફથી રાણા વાહિદે આઠ ગોલ કર્યા હતા.

error: