Satya Tv News

બિગ બોસ ચાહકોને તેમના મનપસંદ શો માટે થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે આ વર્ષે બિગ બોસ સપ્ટેમ્બરમાં નહીં પરંતુ ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહ્યો છે. બિગ બોસ 17નું પ્રીમિયર 21 ઓક્ટોબરે થશે અને આ વખતે બિગ બૉસના ઘરમાં સેલિબ્રિટી કપલ vs સિંગલની થીમ જોવા મળશે.

પ્રખ્યાત ટી.વી કપલ નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા અને એલિસ કૌશલ-કંવર ઢીલ્લોને બિગ બોસ માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. હવે આ બંનેની સાથે અંકિતા લોખંડે અને વિકી જૈન પણ ઘરની અંદર જશે તે લગભગ નક્કી છે. આ બે યુગલો ઉપરાંત, પ્રિન્સ નરુલા-યુવિકા ચૌધરી, અલી ગોની-જાસ્મિન ભસીન, કરણ કુન્દ્રા-તેજશ્વી જેવા સેલિબ્રિટી યુગલોનો પણ માર્ગદર્શક તરીકે બિગ બોસ 17માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

બિગ બોસ 17માં ‘ બિગ બોસ ઓટીટી સિઝન 2’ના કેટલાક સ્પર્ધકો પણ સામેલ થઈ શકે છે . આ શોમાં મનીષા રાની, જિયા શંકર, અવિનાશ સચદેવ જેવા ઘણા પૂર્વ સ્પર્ધકો જોવા મળી શકે છે. આ બધા સિવાય જેનિફર વિંગેટ, મોહસિન ખાન, સુરભી જ્યોતિ, અંજલિ અરોરા, ઈસ્માઈલ દરબારના પુત્ર અવેઝ દરબાર, બસીર અલી અને કેટ ક્રિસ્ટન જેવી ઘણી સેલિબ્રિટીના નામ સિંગલ તરીકે ચર્ચાઈ રહ્યા છે.

error: