મહેસાણાના ધરોઈ ડેમ ઉપર તરફ જતી કાર કેનાલમાં પલટી હોવાનું સામે આવી રહ્યુ છે. ધરોઈ ડેમના ડેમની સાઈટના કોન્ટ્રાકટરની બોલેરો કાર કેનાલમાં પલટી હોવાનું સામે આવ્યુ છે.ધરોઈ ડેમના કોન્ટ્રાક્ટરના કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકે 3 બાઇક સવાર અને 1 ગાયને અડફેટે લઈને કેનાલમાં કાર પલટી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ધરોઈ ડેમની સાઈટના કોન્ટ્રાકટરના વાહન ચાલક નશામાં હોવાની ચર્ચા થઈ રહી છે.