બરેલીના અમલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભમોરા રોડ સ્થિત એક કોન્વેન્ટ સ્કૂલનો છે. અહીં વિદ્યાર્થીઓ રાખડી પહેરીને શાળાએ પહોંચ્યા હતા. જે બાદ વિરોધ કરતાં એક શિક્ષકે વિદ્યાર્થીઓના હાથ માંથી રાખી અને નારાછડી કાતર વડે કાપી નાખી હતી. આ અંગેની માહિતી મળતા જ હિંદુ સંગઠનો શાળાએ પહોંચ્યા અને હંગામો મચાવ્યો હતો. મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્કૂલ મેનેજમેન્ટથી માફી મંગાવવામાં આવી હતી.
શાળામાં ભણતા વિદ્યાર્થીઓના માતા-પિતાનું કહેવું હતું કે રાખડીઓ ઉતરાવવાની જાણ થતાં જ હિન્દુ સંગઠનના લોકો સાથે અનેક વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. તેમનો વિરોધ કરવા પર સ્કૂલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારીને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાની લેખિત ખાતરી આપી હતી. આ પછી હિન્દુ સંગઠનોએ શાળાની વિદ્યાર્થીનીઓ પાસેથી શાળાના સ્ટાફને રાખડીઓ બંધાવી હતી. એક વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે રક્ષાબંધનની રાખડી કાતરથી કાપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે શાળામાં હિંદુ ધર્મનો પ્રચાર થશે નહીં.