આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં મગરને શિતલ જય ખોડિયાર મા બોલી માથા પર હાથ પણ ફેરવે છે. આ વીડિયો વેરાવળ નજીક આવેલા સવની ગામ નજીક ખોડીયાર મંદિરના ગાગડીયા ધોધનો હોવાનું માનવામાં આવે છે. ત્યાં પાણીમાં એક મગર વસવાટ કરે છે.
જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતી મગરને “શીતલ” નામથી સંબોધે છે અને મગર પણ ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય, પરંતુ જીવા ભગત શીતલ…શીતલ…નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવી પહોંચે છે. જીવા ભગત તેને ખાવાનો ખોરાક આપે છે. ત્યાર બાદ તેમના માથા પર હાથ ફેરવે છે. જે બાદ મગર ઉંડા પાણીમાં જતી રહે છે.