Satya Tv News

YouTube player

પલાસવાડા ખાતેથી ધરફોડ ચોરીનો મામલો
લાખોના મુદ્દામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી
5 ધરફોડ ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરી
કુલ 17,39,960નો મુદ્દામાલ કર્યો કબ્જે

ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી 70 જેટલા ધરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ જોગિન્દર સિંગને ઇકો ગાડી સાથે ઝડપી પાડ્યો હતો.લીધાધર ફોદીયા ચોરને તથા ચોરીના માલ રાખનાર સોનીને કુલ 17,39,960 મુદ્દા માલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી પાંચ ધરફોડ ચોરોને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડભોઇ શહેર અને જિલ્લામાં ધરફોડ ચોરીઓના બનાવને લઈ વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારી સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી આધારે ડભોઇ તાલુકાના પલાસ વાડા રેલવે ફાટક પાસે વોચમાં હતા,તે દરમિયાન eeco ગાડી નંબર gj 06 ph 81 87 બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રાખી પૂછ પરછ કરતા તેનું નામ જોગેન્દ્ર સિંહ ઉર્ફે કબીરસિંહ હોવાનું જણાવ્યું હતું .પોલીસે ગાડીમાં તલાસી લેતા ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા, તે આધારે તેને ઝડપી પાડી તેઓ આશરે 70 જેટલા ધરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો અને ત્રણ વાર પાસા જઈ ચૂકેલો અગાઉ ધરફોડ ચોરીઓ થઈ હતી, તે અંગે ચોરીનો માલ રાખનાર સંજય મોહન સોની હાથીજણ દસકોઈ જિલ્લો અમદાવાદ ને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા સોના ચાંદીના દાગીના માંથી બનાવેલી રનિયો નંગ પાંચ કિંમત 12,35000 તથા એક મોબાઈલ અને eeco ગાડી મળી કુલ ૧૭ લાખ 39,900નો મુદ્દા માલ કબ્જે કરી ધરફોડ ચોરી કરવાના ગુનામાં ગુરૂસિંહ છત્રસિંહ સીકલીગર કપુરાઈ તથા અજય દર્શન સીકલીગર વારસિયા સુનિલ પાનસિં લખન સિંહ કટાર સિંગ મહેમદાબાદ અને બચું મંજિતને ઝડપવાના બાકી હોય તેઓ અને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: