Satya Tv News

YouTube player

ન.પા,લાયન્સ ક્લબ ઓફ દ્વારા કાર્યક્રમ યોજાયો
“આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં” કાર્યક્રમ યોજાયો
ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે યોજાયો
ઈસરોના વૈજ્ઞાનિકો,ભારતના PMને અભિનંદન પાઠવ્યા
સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની કરી પૂર્ણાહુતિ 

ભરૂચ નગરપાલિકા અને લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા “આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં” કાર્યક્રમ યોજાયો

ભરૂચ નગરપાલિકા અને લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના શકિતનાથ ખાતે આવેલા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે “આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાજેતરમાં ભારતના ચંદ્રયાન ૩ વિક્રમની ચંદ્રની ભુમી પરના સફળતા પૂર્વકના ઉતરાણ માટે ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મદીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા માટે સમગ્ર ગુજરાત અને દેશમાં ચંદ્ર અને દેશભક્તિ આધારિત ગીત સંગીતનો આ સૌ પ્રથમ કાર્યક્રમ હતો.જેમાં ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમરા, ભરૂચ જિલ્લાના નવા નિયુક્ત પોલીસ અધિકારી મયુરસિંહ ચાવડા, ભરૂચ નગપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના મહાનુભવોએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.કાર્યક્રમની શરૂઆત ગુજરાતના અગ્રગણ્ય વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારના પરિચયથી થઈ હતી.આ કાર્યક્રમમાં ભરૂચ અને વડોદરાના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ચંદ્ર અને દેશભક્તિ આધારિત ગીતો ગાઈને લોકોના મનને ડોલાવ્યા હતા જેથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: