MGVCL કંપનીના કર્મચારીઓની ઘોર બેદરકારી
વીજ ચોરી કરનાર પાસેથી લાખોનું દંડ વસૂલ કરાયું
સ્થાનિકોએ mgvcl કચેરી ખાતે વળતરની માંગ કરી
ડભોઈ નગરના લોકો mgvcl ના વારંવારના ધાંધિયા અને અણઘડ વહીવટ તેમજ તોછડા વર્ણતુક વાણીવિલાસને લઈ ત્રાહિમામ પોકારી ઉઠી છે.
પ્રાત માહિતી અનુસાર બછરાજજીન જનતાનગર પાસે આવેલ મસ્જિદે નુરૂલ ઇસ્લામ મસ્જિદનું કોઈપણ પ્રકારનું લેણું બાકીના હોય તે છતાં mgvcl ના અણઘડ વહીવટના કારણે mgvcl ના કર્મચારીઓ દ્વારા મસ્જિદને સંબધિત વ્યક્તિનું સંપર્ક કર્યા વગર કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના મસ્જિદનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું, જ્યારે મસ્જિદના જિમ્મેદાર વ્યક્તિઓ દ્વારા પૂરતા પુરાવા બતાવતા કર્મચારીઓને પોતાની ભૂલ સમજાતાં ફરી કનેક્શન જોડવા જતા કર્મચારીઓ દ્વારા ઊંધું વીજ જોડાણ કરી દેવાતા કર્મચારીઓની મોટી ભૂલને લઈ લોક ફાળા દાતાઓના સહયોગથી સાત એર કન્ડિશન સહિત ઘડિયાળ વાયરીંગ વિગેરે મરી જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. ધર્મ સ્થળમા લાખોનું નુકસાન થવા પામતા સ્થાનિકો દ્વારા ડભોઈ mgvcl કચેરી ખાતે હલ્લાબોલ કરી અણઘડ કર્મચારીઓની ભૂલ ના કારણે મસ્જિદમાં થયેલ નુકસાનની ભરપાઈ કરવા ઉગ્ર માંગણી કરાઇ હતી નું જાણવા મળે છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ