Satya Tv News

YouTube player

બારડોલી ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા
ન.પા.ઓમાં શાસનના અઢી વર્ષ પૂર્ણ થશે
પ્રદેશ ભાજપ તરફથી ત્રણેય આગેવાનોની પસંદગી

સુરત જિલ્લામાં વિવિધ તાલુકા પંચાયત ,નગર પાલિકાઓમાં શાસન અઢી વર્ષ પૂર્ણ થનાર છે. ત્યારે આજે પ્રદેશ ભાજપ આગેવાનો દ્વારા બારડોલી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી.

સુરત જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા અને નગર સંગઠનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાને આરે છે. ત્યારે વિવિધ તાલુકા પંચાયત અને નગર પાલિકા ઓ માં હોદ્દેદારો ની અઢી વર્ષની ટર્મ આગામી દિવસો માં પૂર્ણ થશે. ત્યારે નવા પ્રમુખ ઉપપ્રમુખ સહિત માળખા માં સમાવેશ માટે દાવેદારો એ પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે. ભાજપ ની એક કાર્યપદ્ધતિ પ્રમાણે નિમણૂક પહેલા આગેવાનો અને દાવેદારો ની સેન્સ લેવાતી હોય છે. ત્યારે આજે બારડોલી ખાતે કાર્યરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં દાવેદારોને સાંભળવા માટે પ્રદેશ ભાજપ તરફથી અજય ચોકસી , પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણા તેમજ નવસારીથી શીતલ સોની હાજર રહ્યા હતા.

પ્રદેશ ભાજપ તરફથી પસંદગી પામેલ ત્રણેય આગેવાનો ત્રણ દિવસ દરમિયાન સુરત જિલ્લાની 9 તાલુકા પંચાયત , 4 પાલિકાના દાવેદારો અને પક્ષના હોદ્દેદારોને સાંભળનાર છે. આજે સુરત જિલ્લાની ઓલપાડ , મહુવા , કામરેજ , પલસાણા, માંડવી તાલુકા પંચાયત તેમજ કડોદરા અને માંડવી નગર પાલિકાના દાવેદારોને સાંભળ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત

error: