બરકાલ ગામ પાસે કથાનું આયોજન
શ્રીજીના સાંનિધ્યમાં ભાગવત કથાનું આયોજન
ગ્રામજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું
સુખદેવ મહારાજના મંદિરેથી કળશ યાત્રા નીકળી
દેશભરમાંથી ભક્તજનો ઉપસ્થિત રહ્યા
શિનોર તાલુકાના બરકાલ ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારે આવેલ શ્રી લીલા ગૌ ધામ ખાતે પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજીના સાંનિધ્યમાં આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો.જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાં
શ્રીમદ ભાગવતના રચયિતા ભગવાન વેદ વ્યાસજી અને પ્રથમ ભાગવત વક્તા શ્રી શુકદેવજી મહારાજની તપસ્થલી તથા પરમ પાવન ગૌ માતાની છત્ર છાયામાં શ્રી લીલા ગૌ ધામ બરકાલ ખાતે પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજીના સાંનિધ્યમાં ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૌ પ્રથમ સુખદેવ મહારાજ ના મંદિરેથી કળશ યાત્રા સવારે 9 કલાકે નીકળી હતી.જે કળશ યાત્રા નર્મદા નદીની વચ્ચે આવેલ વ્યાસબેટ થઈને બરકાલ ગામમાં ફરીને વાજતે ગાજતે શ્રી લીલા ગૌ ધામ ખાતે પહોંચી હતી.જેનું ગ્રામજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે સવારે 10.30 કલાકે સામુહિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો.અને ત્યારબાદ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાં.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર