Satya Tv News

ઉત્તરાજ ગામની એક ઘટના સામે આવી
મામાના ઘરે આવેલા યુવકનું મોત નીપજ્યું
સ્નાન કરતાં સમયે વીજ કરંટ લાગ્યો હતો કરંટ
યુવકને સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું
મૃતક યુવકના પરિવારજનો શોકમગ્ન બન્યાં

શીનોર તાલુકાના ઉત્તરાજ ગામ ખાતે મામાના ઘરે આવેલા યુવકને ઘરના વાડામા સ્નાન કરતાં સમયે વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.જેને લઈને યુવકના પરિવારજનો શોકમગ્ન બન્યાં હતાં

શિનોર તાલુકાના ઉત્તરાજ ગામ ખાતે રહેતાં મામાના ઘરે આલમગીરથી 24 વર્ષીય વિશાલ વસાવા રક્ષાબંધન કરવા માટે આવ્યો હતો.આ દરમિયાન આજરોજ વિશાલ વસાવા ઘરના વાડામાં સ્નાન કરી રહ્યો હતો,તે દરમિયાન એકાએક બાથરૂમ પાસેના પતરાં જોડેથી વીજ કરંટ લાગ્યો હતો.જેમાં વિશાલ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જો કે યુવકને સારવાર મળે તે પહેલાં જ માર્ગમાં મોત નીપજ્યું હતું.જે બાદ મૃતક યુવકના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ દુઃખદ ઘટનાના પગલે મૃતક યુવકના પરિવારજનો શોકમગ્ન બન્યાં હતાં.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: