Satya Tv News

રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હિન્દુ સમાજના યુવાનોએ વિવિધ પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં સ્વામિનારાયણના સંતો હનુમાનજીની સેવા કરતા દર્શાવાયા છે. રાજકોટના યુવાનોએ જય શ્રી રામના નારા સાથે પોસ્ટર લગાવી સ્વામિનારાયણ સંતનો વિરોધ કર્યો હતો.યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ કદની પ્રતિમાના નીચે ભીંતચિત્રોને લઇને વિવાદ સર્જાયો છે. વિગતો મુજબ અહીં એક ભીંતચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણને બે હાથ જોડી વંદન કરતા દર્શાવાયા છે. આ સાથે હનુમાનજીને માથે જે તિલક બનાવાયું છે તેને લઇને પણ ભારે ચર્ચાઓ જાગી છે.

સાળંગપુર હનુમાનજીના ભીતચિત્રને લઈને થયેલા વિવાદમાં પુષ્પેન્દ્ર મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. પુષ્પેન્દ્ર મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ધર્મકુળના હોવાનો દાવો કર્યો છે. આ સાથે તેમણે અયોધ્યા અને રામચંદ્ર ભગવાન સાથે નાતો હોવાનો પણ દાવો કર્યો છે. પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું કે, ધર્મદેવ અને ભક્તિમાતાના કુળદેવ હનુમાનજી છે. તેમણે ઉમેર્યું હતું કે, નીલકંઠવર્ણી ભૂખ્યા હોય ત્યારે અનેક વખત હનુમાનજીએ ભોજન આપ્યું હતું.

error: